DAHODGUJARAT

દાહોદ તાલુકાની કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી 

તા.૧૭.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ તારીખ.૧૭.૧૨.૨૦૨૪ ના મંગળવારના રોજ પ્રા.આ.કે.કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ એન. બામણીયા ના માર્ગદર્શન હેઠળ  તબીબી અધિકારી ડૉ.લક્ષ્મી નાયક,આયુષ તબીબ ડૉ.કૃણાલ બામણ તેમજ પ્રા.આ.કેન્દ્ર ના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. આર.કે.એસ.કે. કાઉન્સેલર ભોકણ નિખીલકુમાર   પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી અને RBSK MO  ડો.હિમાંશુ  વાઘેલા અને તેમની ટીમ દ્વારા કિશોર, કિશોરીઓ ને આરોગ્ય લક્ષી સ્વસ્થતા વિશે સમજાવવામાં આવ્યુ.એનિમિયા નિદાન થયેલા તરુણ- તરુણીઓને તેમનો એનિમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા ખાવા માટે સમજાવવામાં આવ્યા અને તે શાળાના દરેક તરુણ- તરુણીઓ એનિમિયા મુક્ત થાય તે માટેના સપથ લેવડાવવામાં આવ્યા.કિશોર કિશરીઓને આર.કે.એસ.કે.પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી.એનિમિયા,સિકલસેલ ,આઇ.એફ.એ.ગોળી અને તેનું મહત્વ પોષણ,માસિક ચક્ર અને સ્વચ્છતા વગેરે વિશે સમજ આપવામાં આવી.તેમજ બધાજ લોકોનું વજન, ઉંચાઈ,હિમોગ્લોબીન,સિકલ સેલ ની તપાસ કરવા માં આવી જેમા ટોટલ.૧૦૪ કિશોરીઓ હાજરી આપી હતી

Back to top button
error: Content is protected !!