GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેલ મહાકુંભ ૩.૦નો રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ યોજાશે

તા.૩૦/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ઈફલ શુટીંગ, જિમ્નાસ્ટીકસ, વુડબોલ, સાઈકલિંગ, વેઈટલીફ્ટીંગ, બોક્સિંગ, ફેન્સિંગ, સેપક ટકરાવ, મલખમ્બ, સોફ્ટ ટેનિસ, ઘોઢેસવારી, સ્પોર્ટ ક્લાઈમ્બમિંગ, રોલબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, જેવી રમતોનું આયોજન રાજ્ય કક્ષાએ કરવામાં આવનાર છે.

કોઈપણ ખેલાડી એક જ જીલ્લામાંથી કોઈપણ બે રમત ભાગ લઈ શકશે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધામાં માત્ર જન્મતારીખના આધારે કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધાઓ જે તે રમતના ભારતના માન્ય ફેડરેશન/એસોસીએશનના નીતિ નિયમો તેમજ ખેલ મહાકુંભના વખતો વખતના થયેલ સુધારા સાથેના સામાન્ય નિયમો મુજબ યોજવાની રહેશે, અંડર-૯,૧૧,૧૪,૧૭ માં વયજુથમાં આવતા ખેલાડીઓએ પોતાની જ શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, સ્પર્ધાની તારીખે સ્પર્ધા સ્થળે ખેલાડી/સંસ્થાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ તથા ફોટો આઈ.ડી.પ્રુફ તરીકે આધાર કાર્ડ કરજિયાત અને શાળા કોલેજોમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ બોનાફાઈડ સર્ટીફિકેટર સાથે લાવવાનું રહેશે, જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં તમામ વયજુથની ટીમ રમતમાં ફક્ત પસંદગી ટીમ (ઝોનકક્ષા)રાજ્યકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે, એક જ ટ્રસ્ટ સંસ્થામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની શાળાઓમાં રજીસ્ટ્રેશન પણ અલગથી કરવાનું રહેશે. જો એક જ સ્કુલમાંથી રજીસ્ટ્રેશન થયેલ માલૂમ પડશે તો તેવી શાળાઓને બેસ્ટ સ્કુલની ગણતરીમાંથી બાકાત કરવામાં આવશે, જિલ્લાકક્ષાએ પસંદગી થયેલ ટીમ/ખેલાડીને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે અને તે તમામ ટીમમાં એક મૅનેજર અને એક કોચની નિમણૂંક જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા કરવામાં આવશે અને તેઓએ ખેલ મહાકુંભમાં જવાબદારીપૂર્વક ફરજ બજાવવાની રહેશે, જે શાળા/સભ્યના વધુમાં વધુ બે ખેલાડીઓનું રાજયકક્ષાની સ્પર્ધા માટે સિલેકશન થયેલ હોય તે જ સંસ્થાના વ્યાયામ શિક્ષકને રાજ્યકક્ષા બે ટીમ લઈને ફરજીયાત જવાનું રહેશે. જો તે શાળાના શિક્ષક ટીમ લઈને નહી જાય તો તે શાળાના ખેલાડીઓને ભાગ લેવા માટે મોકલવામાં નહી આવે જેની સપૂર્ણ જવાબદારી શાળા/સંસ્થાની રહેશે. રાજયકક્ષાની સ્પર્ધામાં ફરજીયાત એક કોચ અને મેનેજરે ટીમ સાથે જવાનું રહેશે.

દરેક સ્પર્ધકે પોતાની જવાબદારીથી રમવાનું રહેશે. ખેલ મહાકુંભની સ્પર્ધા સિવાયના કોઈપણ અકસ્માત કે અન્ય બાબતોથી ખેલાડીને ઇજા કે અન્ય પ્રકારનું શારીરિક કે માનસિક નુકસાન થાય તે માટે સરકારશ્રીની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. તેમજ રમતમાં કોઈપણ પ્રકારનું શારીરિક નુકશાન થાય તો તેની જવાબદારી આયોજકની રહેશે નહીં તે પ્રકાર નું બાહેંધરી પત્ર વાલી પાસેથી લેવાની જવાબદારી મેનેજરની રહેશે અને મેનેજરે તે પ્રમાણપત્ર આપવાનું રહેશે. જન્મના આધાર માટે શાળાનું સ્કૂલ લિવિંગ/ બોનોફાઇડ પ્રમાણપત્ર/આધાર કાર્ડ/જન્મ નોંધણીના દાખલાના આધારીને જ માન્ય ગણવામાં આવશે. પંચ/રેફરીઓનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે તેને પડકારી શકશે નહીં. ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા (બે) વર્ષથી અભ્યાસ/ નોકરી/ વ્યવસાય/ નિવાસ કરતા હોવા જોઈએ જેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાથી બદલી / ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજીસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને જિલ્લામાં આવેલ હોય તો તે જ ભાગ લઇ શકશે. સ્પર્ધા દરમ્યાન કોઈપણ પ્રકારનો વિવાદ કે વાધો હોય તો ખેલાડીએ રૂ.પ૦૦/- (અંકે રૂપિયા પાચસો)ની પ્રોટેસ્ટ ફી સાથે વધુમા વધુ ૩૦ (ત્રીસ) મીનીટમાં જીલ્લા આયોજન કમિટી સમક્ષ રજૂ કરવાનો રહેશે. જીલ્ય આયોજન કમિટીનો નિર્ણય આખરી અને સર્વ ને માન્ય અને બંધનકર્તા રહેશે. રમત દરમ્યાન આકસ્મિક સંજોગો અનુસાર રમતના શિડયુલ નિયત થયેલ સમય/તારીખ/સ્થાળમાં ફેરફાર કરવાની સત્તા ચીફ રેફરી/રમતની કમિટીની રહેશે તેમજ તે બાબતની જાણ જાહેરાત ચીફ રેફરી એ ખેલાડી/ટીમ ને કરવાની રહેશે. અથવા whatsaap ના માધ્યમથી કરવાની રહેશે. અથવા શાળાના ઇમેલ આઈ. ડી. પર જાણ કરવામાં આવશે. વજન ગ્રુપ વાળી રમતોમાં ફક્ત તેના વજન ગ્રુપમાં જ રમી શકશે બીજા ગ્રુપમાં રમી શકશે નહીં, સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયજુથ પ્રમાણેની રમતો. વજનગ્રુપ, તેમજ ઇવેન્ટની માહીતી ઓનલાઇન રજીસ્ટ્રેશન કોર્મમાં દર્શાવેલ હોય તે મુજબ ખેલાડીએ ભાગ લેવાનો રહેશે. શક્તિદૂત યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના લાભાર્થી ખેલાડીઓએ પોતાની વ્યક્તિગત રમતમાં મેળવેલ સિદ્ધિ ધ્યાનમાં લઈ રજીસ્ટેશન કરાવેલ હોય અને તે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ ન લીધો હોય તો પણ સીધા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના ખેલાડીઓને જ લાગુ પાડી શકશે. એસ.એ જીની એકેડમીના તમામ ખેલાડીઓ ખેલમહાકુંભ અંતર્ગત યોજાતી સ્પર્ધાઓ પૈકી સીધે સીધી રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.

Back to top button
error: Content is protected !!