POSHINASABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એક લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ

સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એક લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ

*****

ઉજ્જવલા યોજના થકી છેવાડાના લોકોના ઘરોમાં પથળાયું અજવાળું

***

પોશીના જેવા આદિજાતિ તાલુકાના મીરાબેનને મળ્યો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ

***

વગડાનું કામ પૂરું કરી બપોરે ઘરે આવ્યા હોય અને ઘરના બાળકોને ભૂખ લાગી હોય ત્યારે જંગલમાં લાકડાં શોધવા જવાનુ. માંડ લાકડાં મળે પછી ચૂલો સળગાવવો પડે પછી જમવાનું બને.ત્યારે અમારા બાળકો જમે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી અમને ગેસની બોટલનો લાભ મળ્યો છે. અત્યારે અમારા બાળકોને જયારે ભૂખ લાગે ત્યારે અમે જમવાનું બનાવી આપીએ છીએ. સરકાર અમારા જેવા સામાન્ય લોકો માટે આટલા પ્રયત્નો કરી રહી છે એ માટે અમે સરકારના ઘણા ઘણા આભારી છીએ. આ શબ્દો છે પોશીનાના લાભાર્થી મીરાંબેન ડાભીના.

 

કેન્દ્ર સરકારે અસુરક્ષિત ઇંધણનો ઉપયોગ કરતી ભારતની તમામ મહિલાઓને ઘરેલુ એલપીજી ગેસ પૂરો પાડવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવી છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૧,૨૭,૦૧૫ લાભાર્થીઓને ગેસની બોટલનો લાભ અપાયો છે.

 

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ મહિલાઓ જે ઘરમાં રસોઈ બનાવવા માટે બળતણનો ઉપયોગ કરે છે તે તેમના સ્વાસ્થ્ય અને તેમના બાળકો માટે હાનિકારક છે. તેથી તેઓએ લાકડાનો ઉપયોગ કરવાને બદલે એલપીજી ગેસનો ઉપયોગ કરવો જોઈએ જેથી બાળકો અને તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય.

મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રાખવા ઉપરાંત આ યોજનાથી પર્યાવરણને પણ પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવ્યું છે. ઈંધણમાંથી નીકળતો ધુમાડો માનવીની સાથે પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે, તેથી ગેસના ઉપયોગથી બંને સુરક્ષિત બન્યા છે.

વર્તમાન સમયમાં લગભગ તમામ ઘરોમાં ગેસની સુવિધા છે. જેના કારણે મહિલાઓ સરળતાથી રસોઈ બનાવી શકે છે. અને તેમને સબસીડીનો પણ લાભ મળી રહ્યો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!