BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકામાં પ્રથમ વખત રાવળદેવ સમાજના બાળકોને ૫ હજાર ચોપડા ફ્રીમાં વિતરણ કરાયા

30 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિધાર્થીનોના અભ્યાસ અર્થે દરેક સમાજ નિઃસ્વાર્થ સેવા કરી રહ્યો છે.ત્યારે કાંકરેજ તાલુકામાં પ્રથમવાર કાંકરેજ રાવળ દેવ યુવા સંગઠન દ્વારા રાવળદેવ સમાજના ૬૫ ગામોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી ધોરણ ૫ થી કોલેજ સુધીના તમામ વિધાર્થીઓને ફ્રીમાં ચોપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં થરા સહિત કાંકરેજ તાલુકાના ૬૫ ગામોમાં વિધાર્થી દીઠ ૫ ચોપડાંનો સેટ અંદાજીત એક હજાર બાળકોને કુલ ૫ હજાર ચોપડા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યાં હતા.આ શૈક્ષણિક સેવા કાર્યમાં તાલુકાના રાવળ સમાજના યુવાનો સંગઠિત બની સ્વેચ્છાએ યથાશક્તિ રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા.જેમાં ૧,૫૪,૦૦૦/- રૂપિયા જેટલું માતબર દાન એકત્રિત થયું હતું તેમાંથી ચોપડા વિતરણ કરવામાં તેમ જાખેલ સરપંચ અશોકભાઈ રાવળે જણાવ્યું હતું. રાવળ સમાજના યુવાનો દ્વારા સમાજના કોઈપણ જરીયાત મંદ બાળકો ચોપડાથી વંચિત ન રહે માટે યુવાનોની ટીમ સંગઠિત બની ઘરે આંગણે કે શાળામાં જાતે જ જઈ બાળકોને પહોંચાડવા સંઘર્ષ કર્યો હતો. રાવળ સમાજના યુવાનો દ્વારા પ્રથમવાર કરેલ સેવા કાર્ય અન્ય સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે.આઅંગેનટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!