ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ બહાર ઊભેલી મહિલા પાસેથી રૂપિયા 13000 રોકડા અને મોબાઈલની ચિલઝડપ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
સમીર પટેલ, ભરૂચ
7c3d2818-1dcc-476e-91f5-8e8c31b6512d
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક આવેલ સીફા ત્રણ રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર મહિલાના પતિ પેટ્રોલ ભરવા જતાં તેઓ પેટ્રોલ પંપ બહાર ઉભા હતા.આ દરમિયાન બાઇક પર આવેલ એક ઇસમ તેમની પાસે રહે રૂપિયા 13 હજાર ભરેલ પર્સ અને મોબાઈલની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી અને કંથારીયા ગામના રહેવાસી સમીર ખીલજીની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો જેને પણ રિકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી એટીએમ સેન્ટર બહાર ઉભો રહે છે અને અંદરથી નાણા ઉપાડી જતા લોકો પર નજર રાખી ચિલઝડપના ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યુ છે.