
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાનું સરકારી ગ્રંથાલય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સામાન્ય પરિવારોના અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે જેમાં ભણીગણીને અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બની સારી જિંદગી જીવી રહ્યા છે.પહેલા લાયબ્રેરીનો સમય સવારે 8થી સાંજે 6 વાગ્યે સુધીનો હતો જે હવે કોઈક કારણોસર ઘટાડીને સવારે 10.30 થી સાંજે 6 વાગે સુધીનો કરી દેવામાં આવ્યો છે,જેના લીધે વિદ્યાર્થીઓને વાંચનમાં તકલીફ પડી રહી છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેરગામની લાયબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાયબ્રેરીનો સમય ઘટાડી દેવાથી વાંચનમાં તકલીફ પડી રહી છે કારણકે મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારોમાંથી આવે છે જ્યાં ઘરોમાં ભણતરનું વાતાવરણ નથી અને ઘરે બેસીને ડિસ્ટર્બ થવાતું હોય છે.આથી કલેકટરશ્રી,મામલતદારશ્રી,લાયબ્રેરીયન તમામને વિનંતી છે કે ગરીબ અને સામાન્ય ઘરોના વિદ્યાર્થીઓ ભણીગણીને આપના જેવા ઉચ્ચ અધિકારીઓ બને તે માટે માનવતાના ધોરણે સમય પુનઃ સવારે 8- સાંજે 6 કરી આપશો.આ બાબતની લેખિત માંગ ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરી હતી.



