GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દિવ્યાંગ લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજનાનો લાભ મેળવવા અરજી કરવા અનુરોધ

તા.૩/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજનાનો લાભ આપવામાં આવે છે જેમાં નિયમોમાં ફેરફાર થતા સંત સૂરદાસ પેન્શન યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી ૮૦% થી ઘટાડીને ૬૦% કરવામાં આવી છે. આમ હવેથી ૬૦% દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦/- આર્થિક સહાય આપવામાં આવે છે.

સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત એક દિવ્યાંગ વ્યક્તિ અન્ય દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે તો દંપતિને (રૂ.૭૫,૦૦૦ + ૭૫,૦૦૦) રૂ. ૧,૫૦,૦૦૦ અને દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂ.૭૫,૦૦૦ સહાય આપવામાં આવે છે. આ બન્ને યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ઓનલાઇન https://esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પરથી તેમજ સમાજ સુરક્ષા કચેરી ખાતેથી પણ અરજી કરી શકશે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન ગ્રાઉન્ડ ફ્લોર SBI બેંક સામે રાજકોટ ફોન નં. ૦૨૮૧-૨૪૪૮૫૯૦ ઇ-મેઇલ:- dsdo-raj@gujarat.gov.in પર સંપર્ક કરવા, રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!