GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દિવાળી કાર્નિવલ : રંગીલું રાજકોટ બન્યું વધુ રંગીલું

તા.18/10/2025

વાત્સલયમ્ સમાચાર

ફોટોગ્રાફી : કેતન દવે

આલેખન : માર્ગી મહેતા

Rajkot: દીપાવલી પર્વ એટલે પ્રકાશ અને ઉલ્લાસનો સંગમ. દિવાળી એવું પર્વ છે, જ્યારે જીવનમાં આશાની જ્યોત પ્રગટે છે. રંગીલા રાજકોટમાં ઝળહળતી રંગબેરંગી રોશની જાણે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો અણમોલ ઉજાસ પાથરે છે. આ રોશની અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, જ્ઞાન અને વિવેકના આંતરીક અજવાશને પ્રગટાવવાનું પ્રતિક છે. આ પ્રકાશપુંજ આપણને યાદ અપાવે છે કે, જીંદગીમાં ગમે તેટલું ગાઢ અંધારું હોય, એક નાનકડી જ્યોત પણ જિંદગીને રોશન કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રેસકોર્ષ રિંગ રોડ રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. આ રોડ પર આવેલા બહુમાળી ભવન ચોક, સરદાર ડેમ પ્રતિકૃતિ જેવા મુખ્ય સ્થળો ઉપરાંત જાહેર અને ખાનગી ઇમારતોને પણ આકર્ષક રોશનીથી સજાવવામાં આવી છે.

આ ઉત્સવમાં ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વિશેષ વેગ આપવામાં આવ્યો છે. ‘લોકલ ખરીદીએ, દેશને આગળ વધારીએ’, ‘સ્થાનિકને આપો સાથ, દેશનો થશે વિકાસ’ જેવા પ્રેરક સૂત્રો પ્રદર્શિત કરીને સ્થાનિક ઉત્પાદનો અને વેપારને ટેકો આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આમ, દિવાળીના પાવન પર્વે રંગબેરંગી રોશનીથી ઝળહળતું રાજકોટ નગરજનોના જીવનમાં નવી ખુશીઓનો સંચાર કરી રહ્યું છે તેમજ રંગીલું રાજકોટ વધુ રંગીલું બની ગયું છે.

Back to top button
error: Content is protected !!