GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: એડીબલ ઓઇલ-ઓઇલસીડ સપ્લાય માટે ઓનલાઇન અરજી કરી શકાશે

તા.૨૫/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ થી “નેશનલ મિશન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” યોજના અમલમાં મુકવામા આવેલી છે. કેંદ્ર પુરસ્કૃત આ યોજના અંતર્ગત આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેઈન ઘટક હેઠળ યોજનાની ગાઇડલાઇન મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના એફ.પી.ઓ./ કોઓપરેટીવ્સ/ પબ્લિક કોર્પોરેશન પાસેથી તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલું છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ધારકે ઓનલાઇન અરજી કરી આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!