GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ચૂંટણીલક્ષી તૈયારી પૂર્ણઃ આવતીકાલે સવારે ૭થી સાંજે ૬ સુધી મતદાન થશે

તા.૬/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

હિટવેવ સામે મતદાન મથકો પર વેઈટિંગ એરિયામાં એરકૂલર મુકાયા, છાંયડો તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ

સુરજ ભલે ગમે તેટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે. સહપરિવાર મતદાન કરીએ તેવી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની અપીલ

Rajkot: ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારના ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તંત્ર સજ્જ છે. આવતીકાલે ૭મી મેના રોજ સવારે ૭થી સાંજે ૬ સુધી મતદાન થશે.

નાગરિકોને મતદાર યાદીમાં તેનો અનુક્રમાંક જાણવામાં સુગમતા રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની મતદારયાદી દર્શાવતી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ ૨૩,૧૧,૧૯૯ જેટલી મતદાર માહિતી કાપલી (VIS) એટલે કે ૯૮.૦૯ ટકા કાપલીઓનું વિતરણ કરાયું છે.

૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ-૭ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૨૦,૭૬,૦૦૮ જેટલી મતદાર માહિતી કાપલી (V.I.S.)નું વિતરણ કરવામાં આવ્યું છે. એકલી કાપલી મતદાન માટે માન્ય નથી, મતદાન માટે નાગરિકો ચૂંટણી કાર્ડ સિવાય પણ માન્ય થયેલા ઓળખના ૧૨ વૈકલ્પિક પુરાવા પૈકી કોઈપણ પુરાવાના આધારે મતદાન કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે, મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ ૦૭-૦૫- ૨૦૨૪ના રોજ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ સોપાઈ હોય તેવા સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ કે વ્યક્તિઓને મોબાઈલ જવાની છૂટ અપાઈ છે.

ઔદ્યોગિક કારીગરો, શ્રમિકો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. આ માટે તેમણે વેપારીઓ, ઉદ્યોગ સંગઠનોનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે, હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો ખાતે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો ખાતે શૌચાલયની વ્યવસ્થા ખાતરી કરવામાં આવી છે. આ સાથે પોલિંગ સ્ટાફ-પોલીસ સ્ટાફના પરિવહન માટે ખાસ ૨૦ એ.સી.બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક મતદાન મથકે ORS અને મેડીકલ કિટ આપવામાં આવી છે. સેકટર ઓફિસર સાથે ૧ પેરા મેડીકલ સ્ટાફને જરૂરી મેડીસીન સાથે રાખવામાં આવ્યા છે. જે દર કલાકે દરેક પોલીંગ સ્ટેશનનો સંપર્ક કરશે.

મતદારોને હિટ વેવની અસરના નિવારણ માટે ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગના ૮૬૨ મતદાન મથકોના ૫૦૫ મતદાન મથક સ્થળ ખાતે શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વેઈટીંગ એરીયામાં વિધાનસભા મતદાર વિભાગ વાર ૨૦-૨૦ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન કરવા માટે વેઈટીંગમાં રહેલ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને બેસવા માટે ખુરશી/બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૩૨૨ તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી શકે તે માટે VOTER HELPLINE APPLICATION (VHA) ડેવલપ કરવામાં આવી છે. જે એપ્લીકેશન GOOGLE PLAY STORE ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં પણ મતદારને તેની વિગતો મળી શકશે.

રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ૨૦૩૬ મતદાન મથકો છે. જ્યારે ૧૦,૯૩,૬૨૬ પુરુષ મતદારો તથા ૧૦,૧૮,૬૧૧ મહિલા મતદારો તેમજ અન્ય ૩૬ મળીને ૨૧,૧૨,૨૭૩ મતદારો છે.

નાગરિકોનો મતદાન માટે ઉત્સાહ વધે તે માટે ૨૦૩૬ મતદાન મથકોમાંથી ૪૯ સખી મતદાન મથકો, સાત દિવ્યાંગ મતદાન મથક, સાત મોડેલ બૂથ તેમજ એક યુવા બૂથ બનાવાયા છે. જિલ્લામાં ૧૧૨૦ મતદાન મથકો પર સીસીટીવીથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.

જિલ્લામાં ૨૦૩૬ મતદાન મથકોમાં ૨૫૪૨ બી.યુ. ૨૫૪૨ કંટ્રોલ યુનિટ તેમજ ૨૭૪૫ વીવીપેટ ફાળવવામાં આવ્યા છે.

મતદાન માટે જિલ્લામાં ૨૨૯૬ પ્રિસાઈડિંગ ઓફિસર, ૨૨૯૬ પોલિંગ ઓફિસર-૧, ૫૪૨ પોલિંગ ઓફિસર- જેમત ૩૭૦૮ એફ.પી.ઓ.ની નિમણૂક કરવામાં આવી છે.

દિવ્યાંગ (PWD) મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુસર મતદાનના દિવસે મતદાન મથક પર દિવ્યાંગ મતદારો(૪૦% થી વધુ) અને વરિષ્ઠ મતદારોને વ્હીલચેર, વાહન તથા વોલ્ઝટીચર વગેરેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

દિવ્ય ચક્ષુ મતદારોને બ્રેઈલ લીપીની સગવડ આપવામાં આવશે તેમજ જિલ્લા કક્ષાએ જરૂરી હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે. તમામ મતદાન મથકો ખાતે AMF ઉપલબ્ધ છે. તમામ મતદાન મથકો પર રેમ્પની સુવીધા ઉપલબ્ધ છે. તમામ બુથ પર પુરૂષ તથા મહિલા (૧:૨ ના રેશીયા પ્રમાણે) એમ ૨ હરોળમાં મતદારો મતદાન કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, સંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી સુરક્ષા જવાનો સાથે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ અપીલ કરી હતી કે, સુરજ ભલે ગમે તેટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે. સહપરિવાર મતદાન કરીએ.

જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, રાજકોટ સીટી પોલીસ દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગુનાહીત ઇતિહાસ ઘરાવતા ૧૦,૦૦૦થી વધુ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તડીપાર અને પાસાના ગુનામાં નોંધાયેલા ગુનેગારોને પણ જેલ ભેગા કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બુથ પર પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામીલેટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વ અને વેબકાસ્ટિંગની મદદથી પણ બાઝ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ બુથ પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ મોબાઇલ વાન પેટ્રોલિંગ કરી રહી છે. આ મોબાઈલ વાનમાં પી.આઈ. થી લઈને ડી.સી.પી સુધીના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન મતદાનમાં વિક્ષેપ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ચેક પોસ્ટ પર સતત સર્વિલન્સ ગોઠવવામાં આવ્યું છે. હાલ સુધીમાં છ કરોડથી વધુની રકમ સીઝ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્યમાં પણ સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને મોબાઈલ પોલીસ વાન પણ વધારવામાં આવી છે. રાજકોટ સિટીમાં ૩૦૦૦ પોલીસ ફોર્સ ૬૦૦ હોમગાર્ડના જવાનું અને ચાર સી.આર.પી.એફ કંપની ડિપ્લોય કરવામાં આવી છે. દારૂ અને રૂપિયા અંગે પણ સતત સતર્કતા દાખવીને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે., તેમ એમણે જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું કે, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર છેલ્લા દોઢ મહિનાથી સતત કાર્યરત છે.કુલ ૧૫,૦૦૦ થી વધુ કર્મચારીઓ સતત કાર્યરત છે. સર્વેલન્સ દરમિયાન રૂ. ૩૦ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. વેપન્સ ૧૦૦% જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લાની તમામ બોર્ડરો પર અંદાજિત ૨૨૦૦ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે સંવેદનશીલ મથકો પર ચૂંટણી પંચની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ૩૦૦૦ પોલીસ ફોર્સ અને ૮ સી.આર.પી.એફની કંપનીઓ ડિપ્લોય કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ૨૪/૭ કોમ્બીગ એન્ડ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!