
નરેશપરમાર -કરજણ,
કરજણ પોલીસ સ્ટેશનની હદમા વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ નોંધાતા ચકચાર..
કરજણ તાલુકાના હાંડોદના બે સંતાનના પિતાએ યુવતીને ફરવાના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું.
કરજણ તાલુકાના મેથી ગામે સગીરા પર દુષ્કર્મનો નિષ્ફળ પ્રયાસની તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક દુષ્કર્મનો બનાવ બનવા પામ્યો છે. જેમાં કરજણ તાલુકાના હાડોદ ગામના એક યુવક સીરાજ અબ્દુલભાઈ ઘાંચી પોતે બે સંતાનોના પિતા હોવા છતાં અપરણીત યુવતીને પટાવી ફોસલાવીને ફરવા લઈ જવાના બહાને આણંદ ખાતે પોતાના મિત્રના ઘરે લઈ જઈ યુવતી સાથે યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ કરજણ પાછી આવીને પરણીત અને બે સંતાનો ના પિતા સીરાજ અબ્દુલભાઈ ધાચી વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. જ્યારે કરજણ પોલીસે દુષ્કર્મ કરનાર સીરાજ અબ્દુલભાઈ ઘાંચીની ગણત્રીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.




