GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ૧૬ જૂને રાજકીય શોક જાહેર”
તા.૧૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ નિધન થયું છે. દિવંગત પૂર્વ મુખ્યમંત્રીશ્રીના માનાર્થે ગુજરાત સરકારે ૧૬ જૂન ને સોમવારે એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. આ દિવસે રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ૧૬ જૂન ને સોમવારે રાજકોટ ખાતે કરવામાં આવશે.