ચોટીલા પોલીસ 31 ડિસેમ્બર પહેલાં વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂની 59712 બોટલો સહિત 64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
વિદેશી દારૂની બોટલો નંગ 59712 કિ.રૂ.59,71,200 તથા ટ્રક તથા મોબાઇલ મળી કુલ રૂ.64,73,470 ના મુદ્દામાલ કબજે એક ઈસમ ઝડપાયો.

તા.28/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની બોટલો નંગ 59712 કિ.રૂ.59,71,200 તથા ટ્રક તથા મોબાઇલ મળી કુલ રૂ.64,73,470 ના મુદ્દામાલ કબજે એક ઈસમ ઝડપાયો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તેમજ આગામી ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંગે ગેરકાયદેસર પ્રવૃતિ સતંદર બંધ થાય તે હેતુથી ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ. બી. વલવી તથા પીએસઆઇ એચ. જી. ગોહિલ તથા બી. એમ. દિવાન નાઓએ તાબાના પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય અને પીઆઇ આઇ. બી. વલવી તથા પીએસઆઇ એચ. જી. ગોહિલ તથા બી. એમ. દિવાન તથા ચોટીલા પોલીસ સ્ટાફના પો.હે.કો ધનરાજસિંહ વાઘેલા, છગનભાઈ ગમારા, કેહાભાઈ મકવાણા, સરદારસિંહ બારડ, ભરતભાઈ તરગટા સહિત સમગ્ર ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરના મોરા વાળો કેસરી કલરનો નં. RJ 19 GC 8664 વાળો ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતા સદર ટ્રકને રોકાવી ચેક કરતા મજકુર આરોપી ઓપારામ ઉર્ફે ઓપી સ/ઓ સૌરમરામ હરજીરામ સારણ વાળો પોતાના હવાલાવાળા ટ્રક નં RJ 19 GC 8664 કિ.રૂ.૫,૦૦,૦૦૦ વાળામાં વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ ૫૯,૭૧૨ ની કિ.રૂ.૫૯,૭૧૨૦૦ મળી કુલ કિ.રૂ.૬૪,૭૩,૪૭૦ ના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ હોય તેમજ મજકુર આરોપીએ ખોટી બિલ્ટીનો ઉપયોગ કરેલ હોય જે અંગે દારૂનો જથ્થો ભરી આપનાર, દારૂનો જથ્થો મંગાવનાર, દારૂ ભરેલ ટ્રક વહન કરવા આપનાર ટ્રક નં. RJ 19 GC 8664 વાળાના માલિક તથા હાજર મળી આવેલ મજકુર ઇસમ તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.



