
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચૂંટણી-2024 માં શિક્ષકોએ ત્રણેય તાલુકાનાં મતદાન સ્થળે મતદાન કર્યુ હતુ.આ ચુંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિષ્પક્ષ અને પારદર્શક કામગીરી માટે જાણીતા મહેશભાઈ પઢિયાર(આચાર્ય,સરદાર વિદ્યાલય પ્રા.શા.)ની નિમણૂંક કરવામાં આવી હતી.મતદાન દિવસે જ સરદાર વિદ્યાલય પ્રા.શાળા,આહવા ખાતે ત્રણેય તાલુકાની મતપેટી એક્ત્ર કરી મતગણતરી થઈ હતી.ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કુલ1536 શિક્ષક મતદારોમાંથી 1470 શિક્ષકોએ મતદાન કર્યુ હતુ.જેમા પ્રમૂખના ઉમેદવાર સુરેન્દ્રભાઈ કાળુભાઈ ગાવિત 582 મતો મેળવી વિજયી બન્યા હતા.જેઓએ ફક્ત પ્રમુખની જ ઉમેદવારી નોંધાવી હતી.મહામંત્રી પદનાં ઉમેદવાર ચિંતનકુમાર એન. પટેલે સૌથી વધુ 852 મત મેળવી સૌથી વઘુ જંગી બહુમતીથી જીત મેળવી હતી. જ્યારે ખજાનચી તરીકે દલપતભાઈ જી.પટેલે 774 મત મેળવી જીત મેળવી હતી.આંતરિક અન્વેષક-1 તરીકે સુનીલભાઈ ચૌધરી અને આંતરિક અન્વેષક-2 તરીકે વિજયભાઈ પટેલે જીત મેળવી હતી. વધુમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી-2024 માં પેનલ નંબર-2 ત્રણ ઉમેદવારો વિજેતા થયા હતા.આમ સમગ્ર ચૂંટણીમાં પ્રમુખમાં પેનલ નંબર -1 અને અન્ય હોદ્દામાં પેનલ નંબર 2 નો ખૂબ દબદબો રહ્યો હતો.ડાંગ જિલ્લાની પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં વિજેતા થયેલ તમામ હોદ્દેદારોને અધિકારીઓ,પદાધિકારીઓ તથા ડાંગ જિલ્લાના તમામ શિક્ષકો એ અભિનંદન પાઠવ્યાં હતા.આ ચૂંટણીનું સમગ્ર આયોજન મુખ્ય ચૂંટણીપંચની આખી ટીમે એકદમ પારદર્શિતા અને નિષ્પક્ષ કામગીરી કરી હતી તે બદલ ડાંગ જિ.પ્રા.શિ. સંઘના તમામ સભાસદોએ આભાર વ્યક્ત કર્યો હતો. વિજયી થયેલ હોદ્દેદારોએ ડાંગ જિલ્લાના તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરી શિક્ષકોએ કરેલ વિશ્વાસ અને મતોનો વરસાદ વરસાવ્યો છે તેના પર ખરા ઉતારવા તથા શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે અમે કટિબદ્ધ છીએ એવુ જણાવ્યુ હતુ..





