Rajkot: “સશક્ત નારી મેળા” દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાનો સરકારનો નવતર પ્રયાસ: ‘‘વોકલ ફોર લોકલ’’ને મળશે વેગ

તા.૧૮/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં ૧૯ ડિસેમ્બરે ત્રિદિવસીય મેળાનો શુભારંભ
Rajkot: રાજ્ય સરકારના લોકકેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવતા ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા “સશક્ત નારી મેળા”નો શુભારંભ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં અને જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે રાજકોટ સ્થિત RMC પ્લોટ, ઝેડ બ્લૂની સામે, અમીન માર્ગ કોર્નર, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે શે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એક મંચ પર લાવી તેમની સિદ્ધિઓને સન્માનિત કરવાનો અને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો છે. “ઘર-ઘર સ્વાવલંબન”ના સંદેશ સાથે યોજાતો આ કાર્યક્રમ “વોકલ ફોર લોકલ” અભિયાનને પણ પ્રોત્સાહન આપશે.
કાર્યક્રમમાં સાંસદો સર્વશ્રી પરસોતમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરીદેવીસિંહ ઝાલા, ધારાસભ્યો શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી જયેશભાઈ રાદડિયા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજી દેથરિયા વગેરે ઉપસ્થિત રહેશે. સશક્ત નારી મેળામાં સ્વ-સહાય જૂથો, ગ્રામિણ ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને વિવિધ યોજનાના લાભાર્થીઓની સફળ કહાણીઓ રજૂ કરવામાં આવશે. તથા મહિલાઓ અને સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા આ મેળામાં તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવશે. આ મેળામાં વિવિધ મિલેટસમાંથી બનેલા વ્યંજનો તથા અન્ય ખાદ્ય વસ્તુઓના સ્ટોલ્સ પણ રાખવામાં આવશે. રાજકોટની જનતાને આ મેળાનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.



