Rajkot: ગ્રામસભાની નવતર પહેલ – ‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’ રાજકોટ જિલ્લાના ગામોમાં પ્લાસ્ટિક મુક્તિ માટે એક સંપ થઈ લેવાયા પ્લાસ્ટિક મુક્તિના સોગંદ

તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પર્યાવરણનું જતન આપણી સૌની સહિયારી જવાબદારી છે, સૌ સાથે મળી ‘મારુ ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ’ ની નેમ સાથે કટિબદ્ધ બનવાના શપથ લઇ રહ્યા છે. હાલ દરેક ગામમાં ચાલતી ગ્રામ સભામાં ચાલતું મંથન પ્લાસ્ટિક મુક્ત અભિયાનને નવી ઊંચાઈએ લઇ જઈ રહ્યું છે.
રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લો પણ તેમાં અગ્રેસર રહી સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે.
વિવિધ ગામોમાં ગ્રામસભાના આયોજન થઈ રહ્યા છે. સરપંચ અને ગ્રામજનો જોડાઈ ગામને પ્લાસ્ટિક મુક્ત કેમ રાખવું તેનું મંથન કરે છે. સૌ આ અભિયાનમાં સહભાગી બનશે, તેના માટે સૌ કોઇ જવાબદારી લઈ રહ્યા છે. સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે પ્લાસ્ટિકના કચરાને દૂર કરી હવે પ્લાસ્ટિકની બેગને નહીં વાપરવાના કોલ સાથે રાજકોટના મોટા ગુંદાળા, જશાપર, જામકંડોરણા, ટીમ્બડી જામ, દડવી, અભેપર, પીઠડીયા સહિતના ગામોમાં સ્વ્ચ્છતા અભિયાનને વેગ મળ્યો છે.
માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ખભેખભા મેળવી પારિવારિક જવાબદારી સાથે આ અભિયાનને સફળ બનવવા અગ્રેસર થઇ રહી છે. ત્યારે કલેકટરશ્રી પ્રભવ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિદ દ્વારા ગ્રામજનોને શુભેચ્છા પાઠવવામાં આવી છે.






