GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી અંગે આખરી મતદાર યાદી જાહેર કરાઈ

તા.૧૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના અધિનિયમ-૧૯૭૨ હેઠળ બોર્ડના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. આ ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવેલ છે. જે રાજકોટ જિલ્લાના સંવર્ગ વાર ખંડ-૧ થી ખંડ-૯માં નોંધાયેલા મતદારોને જોવા માટે તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધી જાહેર રજાના દિવસ સિવાય, કચેરી સમય દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, કરણસિંહજી હાઇસ્કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, નોંધાયેલ મતદારો આ યાદી રૂબરૂ જોઈ શકશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!