SABARKANTHA

ઇડર તાલુકાની વોરાવાવ પ્રાથમિક શાળામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા “મા ના નામે એક વૃક્ષ” કાર્યક્રમનું ઉદઘાટન

સાબરકાંઠા ભારત ગાઈડ સંઘ દ્વારા મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ “મા ના નામે એક વૃક્ષ” કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિની ગોદમાં વસેલા વોરાવાવ ગામમાં 108 વૃક્ષો રોપવામાં આવ્યા
ઇડર તાલુકાની વોરાવાવ પ્રાથમિક શાળામાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા “મા ના નામે એક વૃક્ષ” કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી કેયુર ઉપાધ્યાય, સ્ટેટ ઓર્ગેનાઈઝર કમિશનર શ્રી બીકે સિદપરા રાજકોટ, જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ,જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન અનસુયાબેન ગામેતી, જિ.પં. સદસ્ય મીતાબેન ગામેતી, મુડેટી સરપંચ દિનેશભાઈ દેસાઈ, સિંયાસણ દૂધ ચેરમેન રાજુભાઈ દામા વગેરે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો. પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આજે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ થઈ રહ્યો છે તેથી આનંદ અનુભવું છું અને દરેક પ્રાથમિક શાળાઓમાં આ શિસ્ત, સંસ્કાર ની પ્રવૃત્તિ સ્કાઉટ ગાઈડ દ્વારા થાય તેવો મારો અભિગમ રહેશે. જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિતે જણાવ્યું કે સ્કાઉટ ગાઈડના બાળકો, શિક્ષકો અને વોરાવાવ પ્રાથમિક શાળા બાળકો દ્વારા 108 વૃક્ષો વાવવામાં આવશે. જેમાં બીલીપત્રો, વડ, લીમડો, આસોપાલવ, પીપળો, આંબા, આંબલી, જામફળ જેવા વૃક્ષો ના રોપા રોપવામાં આવશે. બે ત્રણ માસ પછી સ્કાઉટ ગાઈડ દ્વારા આ રોપાઓના જતન માટે નિરીક્ષણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રામજનો સહભાગી બન્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કમિશનર શ્રી નીતિનભાઈ ગુર્જર, ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, રેંજર કમિશનર સોનલબેન ડામોર, અરવલ્લી ગાઈડ કમિશનર કિરણબેન પટેલ, વાલજીભાઈ વડેરા, નરસિંહભાઈ વડેરા, જયંતીભાઈ પટેલ, એડવોકેટ સંજય દવે, જગદીશભાઈ વડેરા તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી હરેશભાઈ ચૌધરી, માલવીયા, શ્રી રસિકલાલ નાયક તથા ડો. શ્વેતા જોશી અને શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં વોરાવાવ ગામની આજુબાજુ ના 13 શાળાઓના 1100 બાળકોને દાતા શ્રી મક્સીભાઈ અસારી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાર્થના સ્વાગત ગીત અને આદિવાસી લેજીમ નૃત્ય કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક દીકરીઓને નિવૃત્ત શિક્ષક અને સ્કાઉટના સમર્થક નાનજીભાઈ ડામોરે પ્રોત્સાહન ઇનામો આપી નવાજ્યા હતા.

અહેવાલ:- પ્રતીક ભોઈ

Back to top button
error: Content is protected !!