GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: હડાળા રોડ, કાનાવડલા-ગુંદાસરી રોડ અને દેવધરી-આંકડીયા રોડનું રીસર્ફેસિંગ પ્રગતિ હેઠળ

તા.13/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસું પૂર્ણ થતાં માર્ગ મરામતની કામગીરી વેગવાન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન શાખા હસ્તકના રોડનું રીસર્ફેસિંગ પ્રગતિ હેઠળ છે. રાજકોટ તાલુકાના હડાળા રોડ, જામકંડોરણા તાલુકાના કાનાવડલા – ગુંદાસરી રોડ અને જસદણ તાલુકાના દેવધરી – આંકડીયા રોડ પર ખાડા બૂરીને, તેને સમથળ બનાવવામાં આવી રહ્યાં છે. આમ, રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાનું સમારકામ પૂરું થવાથી રાહદારીઓ અને વાહનચાલકોને આવન-જાવનમાં સરળતા રહેશે.

Back to top button
error: Content is protected !!