Rajkot: આરોગ્ય વિભાગ દ્વારા ૧ ડીસેમ્બરે “વિશ્વ એઇડ્સ દિવસ”ની જાગૃતિ માટે રેલી યોજાઈ

તા.૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં તા.૦૧ ડીસેમ્બરે “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા પંચાયત કચેરીથી રાજકોટ ડીસ્ટ્રીક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ સુધી યોજવામાં આવી હતી. જેમાં મહાનુભાવોએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
દર વર્ષે “વિશ્વ એઇડ્સ દિવસ” અન્વયે વિવિધ થીમ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વર્ષની થીમ “એઇડ્સ પ્રતિભાવમાં પરીવર્તન લાવવા, વિક્ષેપને દુર કરવા” (Overcoming Disruption, Transforming The AIDS Response)ની થીમ પર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બન આરોગ્ય કેન્દ્રો, આયુષ્યમાન આરોગ્ય મંદીરો ખાતે એચ.આઇ.વી. એઇડ્સ અંગે જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ રેલીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડો. આર.આર. ફુલમાલી, જિલ્લા આર.સી.એચ.ઓ. શ્રી ડો. પરેશ જોષી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.બાદલ વાછાણી, જિલ્લા ક્વોલીટી મેડીકલ ઓફિસરશ્રી ડો. પી.કે. સિંગ, આરોગ્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, NACP (નેશનલ એઇડ્સ એન્ડ એસ.ટી.ડી. કંન્ટ્રોલ પ્રોગ્રામ)ના તમામ કર્મચારીશ્રીઓ, ટાર્ગેટ ઇન્ટરવેન્શન ફોર એચ.આઇ.વી. એઇડ્સમાં કામ કરતા એન.જી.ઓ.ના કર્મચારીશ્રીઓ, એચ.એન.શુક્લા કોલેજના વિદ્યાર્થીઓ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રેડ્ક્રોસ બ્લડ બેંકના કર્મચારીશ્રીઓ જોડાયા હતા. આ રેલીમાં એચ.આઇ.વી. એઇડ્સ જન જાગૃતિ માટે નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. રેલીની સાથે એચ.આઇ.વી./એઇડ્સ રોગની અટકાયત અંગે સિગ્નેચર કેમ્પેઇન દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું.





