Rajkot: “સ્વસ્થ કિશોરી – સ્વસ્થ સમાજ” રાજકોટ જિલ્લાનાં વિંછીયા ખાતે કિશોરી મેળો યોજાયો: ૨૦૦ જેટલી કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરાયું

તા.૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારની મિશન શક્તિ યોજના અંતર્ગત કાર્યરત “સંકલ્પ – District Hub for Empowerment of Women (DHEW)” દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય – વિંછીયા ખાતે કિશોરી મેળો તથા હાઈજીન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજિત કુલ ૨૦૦ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
આ કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ અને માસિક સ્ત્રાવ સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવવામાં આવી હતી. આ તકે RBSKની ટીમ દ્વારા દીકરીઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબીન અને BMI માપવામાં આવ્યું હતું અને દીકરીઓ માટે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. DHEW ટીમ દ્વારા માસિક સ્ત્રાવની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા દીકરીઓની સમસ્યાઓ જાણીને તેનું નિરાકરણ પણ કર્યું હતું. ઉપસ્થિત દીકરીઓને હાઇજીન કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડીસ્ટ્રીકટ મિશન કો ઑર્ડીનેટર શ્રી જેવીના માણાવદરીયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી સુનિતા મુંગરા અને શ્રી તપન નથવાણી, વિંછીયા RBSK ટીમના મેડિકલ ઓફિસર શ્રી ડૉ. સંજય સોલંકી, શ્રી ડૉ. ધ્રુવિ માતરિયા, ફિમેલ હેલ્થ વર્કર અને ફાર્માસીસ્ટ ટીમના સભ્યો, શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના પ્રિન્સીપાલ શ્રી, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.






