ARAVALLIGUJARATMODASA

મોડાસા ના મેઘરજ રોડ પર અનેક ગટરના ઢાંકણ ખુલ્લા મોડાસા નગરપાલિકા શું રાહ જોઈ રહી છે કે અરવલ્લીનો પણ કોઈ બાળક ગટરમાં પડે..?

અહેવાલ

 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

 

મોડાસા ના મેઘરજ રોડ પર અનેક ગટરના ઢાંકણ ખુલ્લા મોડાસા નગરપાલિકા શું રાહ જોઈ રહી છે કે અરવલ્લીનો પણ કોઈ બાળક ગટરમાં પડે..?

 

સુરત ની ચકચારી ધટના સામે આવી છે જેમા એક નાનું બાળક ખુલ્લી ગટરમાં ખાબકતા મોત ને ભેટયો હતો જે મૃત દેહ 24 કલાક ની જહેમત બાદ હાથ લાગ્યો હતો ભૂતકાળમાં પણ કેટલી વાર ગટરના ઢાંકણ ખુલ્લા રહેતાં બાળક ખાબકતા મોટ નીપજ્યાંની ધટનાઓ પણ બનેલી છે છતાં તંત્ર ને દેખાતું ન હોય તેવા ઘાટ જોવા મળી રહ્યાં છે

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર ખાતે મોડાસા મેઘરજ રોડ પર ગટર લાઈન નુ નવીન કામ હાથ ધરવામાં આવ્યુ હતુ પરંતું નગરપાલીકા એ ભૂલી ગઈ કે રસ્તાના સમતલમા ગટરના ઢાંકણ હોવા જોઈએ પરંતું મોડાસા મેઘરજ રોડ પર ગટરના ઢાંકણ રોડ ની સમતલ કરતાં પણ વઘુ ઉપર છે જેનાં લીધે વાહન ચાલકોની ગાડીઓ ને નુકશાન તેમજ અક્સ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે

 

બીજી તરફ મોડાસા મેઘરજ રોડ તેમજ શહેરમાં ગટરના ઢાંકણ ખુલ્લા હોવાનાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં મોડાસા નગપાલિકા સામે એનેક સવાલો ઉભા થયાં છે સુરતની ધટના ને લઇ આ ખુલ્લી ગટરમાં કોઇ બાળક ગટરમાં પડશે તો કોની જવાબદારી જેવા એનેક સવાલો ઉભા થયાં છે હાલ ખુલ્લા ઢાંકણ ને લઈ મોડાસા નગરપાલીકા જાણે કે રાહ જોઈને બેસી હોઈ તેવો ઘાટ જોવા મળી રહયો છે ત્યારે સત્વરે ખુલ્લી ગટરના ઢાંકણ સત્વરે ફીટ કરવામા આવે તેમજ રોડ ઉપરની ગટરના ઢાંકણ રોડ સમતલમા કરવામા આવે તે જરૂરી છે

Back to top button
error: Content is protected !!