હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા આયોજન માટે દિનદયાલ ભવન જુનાગઢ ખાતે જિલ્લા ભાજપની બેઠક, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સફળ બને તેવું આયોજન કર્યું છે. કિરીટ પટેલ
હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા આયોજન માટે દિનદયાલ ભવન જુનાગઢ ખાતે જિલ્લા ભાજપની બેઠક, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સફળ બને તેવું આયોજન કર્યું છે. કિરીટ પટેલ

જિલ્લા ભાજપ કાર્યાલય દિન દયાલ ભવન જૂનાગઢ ખાતે હરઘર તિરંગા અને તિરંગા યાત્રા આયોજન સંદર્ભે જિલ્લા ભાજપના પ્રભારી શ્રી દિલીપ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ આ બેઠકમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કિરીટ પટેલે જણાવ્યું કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે વર્ષોથી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ દેશવાસીઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરતા આવ્યા છીએ. દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાત કાર્યક્રમની ૧૧૨મી આવૃત્તિમાં પણ કહ્યું હતુ કે, “મારા વ્હાલા દેશવાસીઓ, ૧૫મી ઓગસ્ટનો દિવસ દૂર નથી અને હવે તો ૧૫મી ઑગષ્ટની સાથે એક બીજુ હર ઘર તિરંગા અભિયાન પણ જોડાયેલ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી “હર ઘર તિરંગા અભિયાન” માટે દરેક દેશવાસીઓનો ઉત્સાહ તેની પરીકાષ્ઠાએ છે. ગરીબ હોય, અમીર હોય, નાનું ઘર હોય કે આલીશાન ઘર હોય, દરેક વ્યક્તિ તિરંગો ફરકાવીને ગર્વ અનુભવે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સોશીયલ મીડીયા પર પોસ્ટ કરવાનો ક્રેઝ છે. આપણે જોયું છે કે, કોઈ કોલોની કે સોસાયટીમાં એક ઘર પર તિરંગો લહેરાય છે તે પછી જોત જોતામાં બીજા ઘરો પર પણ તિરંગા લહેરાતા જોવા મળે છે એનો અર્થ એ થયો કે, હર ઘર તિરંગા અભિયાન તિરંગાની આન-બાન-શાન સાથેનો અનોખો ઉત્સવ બની ગયેલ છે અને તેમાં ભાત-ભાતની નવીનતા પણ ઉમેરાતી જાય છે. ૧૫મી ઑગષ્ટ આવતા સુધી તો ઘરોમાં, ઑફિસના સ્થળે, વ્હીકલો પર તિરંગો લગાવવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનો પણ દેખાય છે. કેટલાક લોકો તેમના મિત્રો અને પડોશીઓને પણ તિરંગાનું વિતરણ કરે છે. તિરંગા માટેનો આ ઉત્સાહ અને ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે. તેઓએ વધુમાં જણાવેલ કે રાષ્ટ્રધ્વજ તમામ પોસ્ટ ઓફિસો તેમજ અન્ય વેચાણ કેન્દ્રો પર તો મળશે જ તેમજ પક્ષ દ્વારા દરેક શક્તિકેન્દ્રો અને દરેક બૂથમાં પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય તેની ખાતરી આપી અને મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ ખરીદે એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈ જુનાગઢ જિલ્લામાં આ કાર્યક્રમ અંગે સંયોજકશ્રીઓ ને નિમણૂક પણ કરવામાં આવી છે જીલ્લા/મંડલ સ્તરે એક સંયોજકશ્રી અને એક સહ-સંયોજકશ્રીની નિમણૂક કરી છે શક્તિકેન્દ્ર સ્તરે પણ એક સંયોજક શ્રી ની નિમણૂક કરી અને જવાબદારી આપી છે બુથ સુધી અને બુથના દરેક ઘર સુધી તિરંગો પહોંચે તેની વ્યવસ્થા અને સંપૂર્ણ આયોજન જિલ્લા ભાજપની આજની બેઠકમાં કરવામાં આવ્યું છે આ બાબતે વધુ માહિતી પણ જિલ્લા ભાજપના પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા પણ આપવામાં આવી હતી આ તબક્કે આ બેઠકમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માધાભાઈ બોરીચા, વંદનાબેન મકવાણા, ભૂપત ભાયાણી ,સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન લક્ષ્મણભાઈ યાદવ જિલ્લા પંચાયતના સર્વ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ જિલ્લા અને તાલુકા સંગઠનના સર્વ પદાઅધિકારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેરી અખબારી યાદી જિલ્લા ભાજપ કાર્યાલય ઇન્ચાર્જ ચંદુલાલ મકવાણા આપી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






