સુરેન્દ્રનગર ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો.
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસ અધીક્ષક ડો ગિરીશ પંડ્યા, નાયબ પોલીસ અધીક્ષક જે.ડી.પુરોહિત અને વિશાલ રબારી સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં પોલીસ સંભારણા દિવસ ઉજવાઈ રહ્યો છે આ દિવસે શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જીલ્લા પોલીસ અધીક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, પીઆઈ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ દ્વારા શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જીલ્લા પોલીસ અધીક્ષક ડો.ગિરીશ પંડ્યા, નાયબ પોલીસ અધીક્ષક જે.ડી.પુરોહિત અને વિશાલ રબારી સહિતના પોલીસના આલા અધિકારીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ હતી જીલ્લા પોલીસ અધીક્ષક ડો ગિરીશ પંડ્યાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા દરમિયાન આતંકવાદ કે અન્ય ઘર્ષણમાં શહીદ થયેલા પોલીસ જવાનોની યાદમાં પોલીસ શહીદ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમા દેશના વિવિધ ભાગમાં ફરજ પર શહીદ થયેલા પોલીસ જવાનોના નામનું વાંચન કરીને તેમને યાદ કયા હતા ગત વર્ષમાં સમગ્ર દેશમાં 213 પોલીસ જવાનોએ ફરજ દરમિયાન શહીદ થયા છે તે જવાનોને પોલીસના આલા અધિકારીઓએ સલામી આપી હતી તેમજ પુષ્પાંજલિ અર્પી હતી આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને પોતે પણ શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ આપી હતી.