GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં રાયચુરા પરિવારે દત્તક લીધેલા ટી.બી.ના ૦૬ દર્દીઓને સતત બીજા માસે પોષણ કીટ આપી

તા.૨૯/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી.મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સેવાભાવી નાગરિકોના સહયોગથી ટી.બી.ના દર્દીઓને પોષણ પૂરું પાડવા નિયમિત પોષણ કીટનું વિતરણ કરવામાં આવે છે.

રાજકોટના શ્રી કાજલબેન રાયચુરા, શ્રી જીતભાઈ રાયચુરા અને શ્રી માનસીબેન રાયચુરા દ્વારા ટી.બી.મુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. રાયચુરા પરિવાર દ્વારા ગત તા. ૨૮ માર્ચના રોજ ૦૬ ટી.બી.ના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી જીતભાઈ અને શ્રી માનસીબેને તેમના ૦૬ માસના પુત્ર વીર રાયચુરાના જન્મદિવસ નિમિત્તે ગત મહિને છ ટી.બી. દર્દીઓને દત્તક લીધા હતા, જે અંતર્ગત સતત બીજા મહિને પણ આ દર્દીઓને પોષણ કીટ પૂરી પાડીને, તેઓએ માનવતા મહેકાવી છે.

Back to top button
error: Content is protected !!