GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જસદણ-વિંછિયા પંથકમાં બે નવી માધ્યમિક શાળાના ખાતમુહૂર્ત કર્યા 

તા.૨૬/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિંછિયાના મોઢુકામાં ૪.૧૬ કરોડ તથા કનેસરામાં ૪.૪૨ કરોડના ખર્ચે નવી માધ્યમિક શાળા બનશે

ભડલીમાં ૩૪ લાખના ખર્ચે નવું આયુષ્માન આરોગ્ય મંદિર બનશે

Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ-વિંછિયા પંથકના અનેકવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કર્યા હતા. જે અંતર્ગત વિંછિયાના મોઢુકામાં ૪.૧૬ કરોડના ખર્ચે નવી માધ્યમિક શાળા, ભડલીમાં રૂ.૩૪ લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિર તથા જસદણના કનેસરામાં ૪.૪૨ કરોડના ખર્ચે નવી માધ્યમિક શાળાનું મંત્રીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ૨૫મી જુલાઈએ સવારે વિંછિયા તાલુકાના ભડલી પહોંચ્યા હતા. અહીં તેમના હસ્તે ભડલી-૨ આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા બનનારા આરોગ્ય મંદિરમાં ક્લિનિક, લેબરરૂમ, એક્ઝામ રૂમ, વેઈટિંગ એરિયા તેમજ સ્ટાફ માટે નિવાસની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.

મંત્રી શ્રી કુંવરજીભાઈએ વિંછિયા તાલુકાના મોઢુકા ગામમાં સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં રૂપિયા ૪.૧૬ કરોડના ખર્ચે અદ્યતન માધ્યમિક શાળા બનાવાશે. જેનાથી આ ગામ તેમજ પંથકના વિદ્યાર્થીઓને ઘર-આંગણે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે.

આ સાથે મંત્રી શ્રી કુંવરજીભાઈએ જસદણ તાલુકાના કનેસરા ગામમાં પણ નવી સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂપિયા ૪.૪૨ કરોડના ખર્ચે અદ્યતન માધ્યમિક શાળાના નિર્માણથી છાત્રોને શિક્ષણ સુલભ બનશે.

આ તકે જસદણ પ્રાંત અધિકારી સુશ્રી ગ્રીષ્મા રાઠવા, અન્ય અધિકારીશ્રીઓ, તાલુકા-જિલ્લાના અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!