GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન

તા.૨૭/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી આયોજન : લોકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે રીબીન કટ કરીને પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓએ સ્ટોલની મુલાકાત લઈને ચીજવસ્તુઓ ખરીદી, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ એક દિવસીય ફાર્મર્સ માર્કેટમાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત નોંધાયેલા, જસદણ, કોટડાસાંગાણી, જામકંડોરણા વગેરે તાલુકાના ગામોમાંથી ખેડૂતો ઓર્ગેનિક ચીજોના વેચાણ માટે આવ્યા હતા. આ સ્ટોલમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી, કઠોળ ઉપરાંત ઓર્ગેનિક હરદળ, રાય, જીરુ, દેશી ગોળ, સિંગતેલ, ગુલકંદ, આયુર્વેદિક સાબુ, ધૂપ, માટીના દીવા સહિતની વસ્તુઓ વેચાઈ રહી છે. આ તકે મહાનુભાવોએ લોકોને ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ વાદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!