GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્વાતંત્ર્ય દિવસે ૧૦૮, ખીલખીલાટ, ૧૯૬૨ના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન

તા.૧૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લોધીકા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેકટરશ્રીના હસ્તે સર્ટિફિકેટ આપી કરાઈ કામગીરીની સરાહના

Rajkot: ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાજકોટ જિલ્લામાં ૭૮ માં સ્વાતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા લોધીકા ખાતે કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૦૨૩-૨૪ માટે જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લાની ૧૦૮ની ટીમમાંથી સર્વશ્રેષ્ઠ કામગીરી માટે ઇ.એમ.ટી. ભાવેશભાઈ વાઢેર, પાયલોટ શિવરાજભાઈ ધાંધલ, ખિલખિલાટ પ્રોજેક્ટના હોસ્પિટલ કો-ઓર્ડીનેટર શ્રી માનસિંગ ચાવડા, મોબાઈલ હેલ્થ યુનિટના મેડિકલ ઓફિસર ડો. રૂબીનાબેન ગોહિલ, ઈમરજન્સી કેર પેરામેડિકલ સ્ટાફ નેહલબેન ચાવડા તથા મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી ૧૯૬૨માંથી પશુ ચિકિત્સક ડો. આનંદભાઈ વૈષ્ણવીને તેમના ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી માટે રાજકોટ જિલ્લાના કલેકટરશ્રી પ્રભવ જોશી, ડી. ડી. ઓ. ડો. નવનાથ ગવ્હાણે, એસ.પી. શ્રી જયપાલસિંહ રાઠોડ તથા અન્ય અગ્રણી હસ્તીઓ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત સી.ડી.એચ.ઓ. શ્રી ડો.પી કે સિંઘ તથા 108 ના પ્રોગ્રામ મેનેજર શ્રી ચેતન ગાધેના નેતૃત્વ હેઠળ ઈ.એમ.ઈ. શ્રી યોગેશ જાની, શ્રી જયસિંહ ઝાલા તથા શ્રી કિરણકુમાર પરમાર સહીત અગ્રણીશ્રીઓ સ્વતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!