શ્રી બ્રહ્મ સમાજ દ્વારા નંદાસણ પ્રા. કુમાર શાળાના આચાર્યશ્રીનુ સન્માન
વાત્સલ્યમ સમાચાર
વિજાપુર
શ્રી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા દ્વારા વિદ્યોત્તેજક સન્માન-2024 નું શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે સાત જિલ્લાના 555 જેટલા શિક્ષકોનો સન્માન સમારોહ પુલકીતભાઈ જોષી મદદનીશ સચિવ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ની પ્રેરણાથી યોજાયો હતો. જેમાં નંદાસણ પ્રાથમિક કુમાર શાળા, તા- કડી, જિ- મહેસાણા ના આચાર્યશ્રી સંજયકુમાર રતિલાલ શ્રીમાળી નું શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરવામાં આવ્યું. જેમાં રીટાબેન પટેલ- ગાંધીનગર ધારાસભ્ય, ડો. સી. જે. ચાવડા- વિજાપુર ધારાસભ્ય, મહેશભાઈ મહેતા- સચિવશ્રી સમગ્ર શિક્ષા, ગજેન્દ્રભાઈ જોષી- શિક્ષણવિદ, બાબુદાદા- ટ્રસ્ટી ધર્મેશભાઈ પટેલ- સંચાલક શ્રીવેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, આર. પી. પટેલ- પ્રમુખ વિશ્વ ઉમિયાધામ, મનુભાઈ ચોકસી જેવા મહાનુભાવવોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.