GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભારતીય માનક બ્યુરો દ્વારા તા.૨૧ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે

તા.૧૯/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતીય માનક બ્યુરો રાજકોટ દ્વારા તા.૨૧ના રોજ સવારે ૯ કલાકે આર.પી.જે. હોટલ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે.
મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવાની અને તે અધિકારોને આદર સાથે સુરક્ષિત રાખવા માટે પ્રોત્સાહિત કરવા, સરકારશ્રી દ્રારા ગ્રાહક સુરક્ષા બાબતે થતી કામગીરી અંગે આ કાર્યક્રમમા માર્ગદર્શન અપાશે.



