GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લામાં સાર્વજનિક-જાહેર સ્થળોના લખાણોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા સૂચના

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યના સર્વ સરકારી અને ખાનગી માલિકીના સાર્વજનિક અને જાહેર સ્થળોએ લખેલા લખાણોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તરફથી સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ, રાજકોટ જિલ્લામાં પણ સરકારી કચેરીઓ, સંકલન સમિતિના અધિકારીઓને તેનું પાલન કરવા કલેક્ટર તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે.



