Rajkot: રમતગમત ક્ષેત્રે ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરેલ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અરજીઓ મંગાવાઈ

તા.૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૧૫ જાન્યુઆરી સુધી અરજી મોકલી શકાશે
Rajkot: “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત રમતગમત ક્ષેત્રે વિવિધ રમત તેમજ વ્યક્તિગત રમત કે જૂથ રમતમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજ્ય કક્ષાએ તેમજ ખેલ મહાકુંભમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ વર્ષ ૨૦૨૫ – ૨૬માં ૧થી ૩ નંબર પ્રાપ્ત કરેલ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી – રાજકોટ ખાતે અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરવામાં માટેનું ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન – ૩, બીજો માળ, બ્લોક નંબર ૦૨, સરકારી પ્રેસની બાજુમાં રાજકોટ ખાતેથી મેળવવાનું રહેશે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી અરજી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ કે પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે.
અરજી તા.૧૫/૦૧/૨૦૨૬ના સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી અંગે આખરી નિર્ણય સમિતિનો રહેશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



