NANDODNARMADA

નર્મદા જીલ્લા માથી પસાર થતા શામળાજી વાપી નેશનલ હાઇવે માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે નાંદોદ તાલુકાના ખેડુતો માં રોષ

નર્મદા જીલ્લા માથી પસાર થતા શામળાજી વાપી નેશનલ હાઇવે માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે નાંદોદ તાલુકાના ખેડુતો માં રોષ

નર્મદા કલેકટર સહિત ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ ને ખેડુતો એ આવેદન પત્ર આપ્યું

રાજપીપલા નજીક ત્રણ સોસાયટીના રહીશોના માથે તોડાતું જોખમ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જીલ્લા માથી પસાર થતા શામળાજી વાપીના નેશનલ હાઇવે માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી સામે ખેડુતો માં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જમીન ના સર્વે ની કામગિરી હાથ ધરવામાં આવતા ખેડુતો સહિત જે સોસાયટી ઓનાં મકાનો સંપાદન થયી રહ્યા છે તેઓ એ આજરોજ નર્મદા જીલ્લા કલેકટર શ્વેતા ટેવતિયા સહિત ધારાસભ્ય ડો દર્શના દેશમુખ ને આવેદનપત્ર આપી પોતાની રજુઆત કરી હતી.

આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે નાંદોદ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવેમાં અમો વાવડી તથા જીતનગરના ખેડૂતોની જમીન જેના પર અમારો નિર્વાહ છે તેઓના આખા ખેતર આ રોડમાં નાશ પામે છે. વધુમાં આ બાયપાસ રોડમાં ત્રણ સોસાયટીને નુકશાન થાય છે. તેમાં જેમણે પોતાની જિંદગીની તમામ મૂડી જેમાં હોમી દીધી છે તેવા આશરે ૧૦૦ પરિવાર રોડ ઉપર આવી જાય તેમ છે. વધુમાં આ રોડ જે જૂનો ફોરલેન રોડની બાજુમાં બીજો આઠ માર્ગીય રસ્તો બને તેમ છે. છતાં આ રસ્તો બાયપાસ કરી બનાવવામા આવી રહેલ છે જેથી અનેક ખેડૂતો તથા રહીશો બે ઘર બને તેમ છે.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સરકાર જ્યારે ગરીબોની સરકાર કહેવાય છે તો અમારા જેવા ગરીબોને જમીન વિહોણા ના થાય કે જેની રોજી-રોટી ખેતી જ છે. તો આ રસ્તો સીધો જકાત નાકેથી થાય તેવી અમારી નમ્ર અરજ છે.

વધુમાં ગ્રામસભામાં તમામ ખેડૂતોએ વિરોધ દર્શાવેલ છે. તો પંચાયત કાયદા પ્રમાણે ટ્રાયબલ એરીયામાં પેસા એક્ટમાં ગ્રામ સભા દ્વારા નક્કી થાય તેને અનુસરવામાં આવે એવી માંગણી આવેદન પત્ર પાઠવી કરવામાં આવી છે .

બોક્ષ

સોસાયટીના રહીશો તેમજ ખેડૂતોના વિરોધ હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા માપણી કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!