GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: જામજોધપુર નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

તા.૨૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી, ત્યારે જામજોધપુર નગરપાલિકા દ્વારા તાલુકા કક્ષાના ૧૧-માં વિશ્વયોગ દિવસની ઉજવણીશ્રી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, જામજોધપુર ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે ૧ હજારથી વધારે લોકોએ ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યા હતા. જેમાં ચીફ ઓફીસરશ્રી જામજોધપુર નાગરપાલિકા, નગરપાલિકા સ્ટાફ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, શ્રી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ જામજોધપુરના પ્રમુખ અને પ્રતિનિધિઓ, અલગ-અલગ શાળા/કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો/પ્રાધ્યાપકો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે યોગ પ્રશિક્ષકોએ વિવિધ યોગ-પ્રાણાયામ કરાવી તેના ફાયદા જણાવ્યાં હતા.






