GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જામજોધપુર નગરપાલિકા દ્વારા એસ.વી.પી. હાઇસ્કુલના મેદાનમાં સાફસફાઈ કરાઈ

તા.૧૯/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ પ્રદેશની નગરપાલિકાઓના કમિશનરશ્રી મહેશ જાનીની સૂચના મુજબ વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે ગત તા. ૧૮ના રોજ જામજોધપુર નગરપાલિકા દ્વારા જનભાગીદારીથી એસ.વી.પી. હાઇસ્કુલના મેદાનમાં કચરાના નિકાલની વ્યવસ્થા કરીને સાફસફાઈ કરવામાં આવી હતી. જેમાં ૨ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ૨ શિક્ષકો, આચાર્ય સહીત નગરપાલિકા અને શાળાનો સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં તા. ૨ ઓક્ટોબર સુધી ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે અમલી ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!