
વાત્સલ્યમ ન્યૂઝ, બળવતસિંહ ઠાકોર,ખેરાલુ
લાઈવલી હુડ મિશન ની ખેરાલુ તાલુકાના વિવિધ ગામોની 33 બહેનોએ પ્રાકૃતિક કૃષિ સખીની છ દિવસની તાલીમ પૂર્ણ કરી હતી.
ખેરાલુ ખાતે યોજાયેલી આ તાલીમમાં કૃષિ સખીઓએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, પંચગવ્યો તેમજ મોડલ ફાર્મ વિશે માહિતી મેળવી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર રામજીભાઈ ઠાકોર અને પૃથુભાઈ ચૌધરીએ આ બહેનોને પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ આપી હતી. તેમજ રાસાયણિક ખાતરના ગેરફાયદા અને પ્રાકૃતિક કૃષિના ફાયદા અને ઉપયોગ વિશે આ બહેનોએ રસ પૂર્વક માહિતી મેળવી હતી એમ રામજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું.
આ કૃષિ સખીઓએ ખેરાલુ તાલુકાના મિયાસણ ગામે જય ગોગા પ્રાકૃતિક કૃષિ ફામ તેમજ મંદ્રોપુરા ગામમાં વસુંધરા કૃષિ પ્રાકૃતિક ફાર્મમાં ખેતર શાળા યોજીને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવી હતી, જ્યાં દસપરણી અર્ક, જીવામૃત અને બીજા મૃત બનાવવાની પદ્ધતિઓ જિલ્લા સંયોજક પાસેથી સમજી હતી, પાંચ દિવસની પ્રાકૃતિક કૃષિ તાલીમમાં સખી મંડળના અધિકારી શ્રી જતીનભાઈ પટેલ અને રજનીભાઈ બ્રહ્મભટે સખીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આ સર્વે કૃષિ સખીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે પણ રસ દાખવ્યો.





