Rajkot: જસદણ ખાતે જસદણ, વિછીયા તાલુકાના દિવ્યાંગોને સાધન સહાય વિતરણ એસેસમેન્ટ કેમ્પ યોજાશે

તા.૨૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જસદણ, વિછીયા તાલુકાના વિવિધ વિસ્તારોના દિવ્યાંગો માટે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ જસદણ ખાતે તા.૨૨ અને તા.૨૩ ઓગસ્ટના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાશે. એસ.આર. ટ્રસ્ટ રતલામ, એલીમ્કો અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી જસદણ શ્રી ગ્રીષ્મા રાઠવાની ઉપસ્થિતિમાં યોજાનાર આ કેમ્પમાં દિવ્યાંગો માટે સાધન સહાય મૂલ્યાંકન કરી સ્થળ પર જ લાભાર્થીઓને વિવિધ સહાયક ઉપકરણોનું વિતરણ કરાશે.
ભારત સરકારશ્રીની એડીપ યોજના અંતર્ગત સી.એસ.આર. હેઠળ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડની પહેલ અન્વયે એલીમ્કો કંપની ધ્વારા લાભાર્થીઓને ઉપકરણ વિતરણ કરાશે.
તા.રર ઓગસ્ટના રોજ સસવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી જસદણ શહેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનેસરા, કમળાપુર, આટકોટ અને જીવાપર વિસ્તાર માટે આ કેમ્પ યોજાશે. આ ઉપરાંત તા.૨૩.૦૮.૨૦૨૪ શુક્રવાર સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડલા, લીલાપુર, વડોદ, કાનપર વિસ્તાર અને વિછીયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર માટે આ કેમ્પ યોજાશે. તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીને કેમ્પના સ્થળ ઉપર વિનામૂલ્યે ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરીંગ એઈડ મશીન, બેટરી બાઈક, કાખ ઘોડી, સી.પી.ચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટીક વગેરે સહાયક ઉપકરણ આપવામાં આવશે.


