Rajkot: જવાહર નવોદય વિદ્યાલય, તરઘડીની પ્રવેશ પરીક્ષા માટે ૧૬ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

તા.૩૧/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી નજીક આવેલી ભારત સરકારના શિક્ષા મંત્રાલય સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે ધોરણ ૬માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો www.navodaya.gov.in અથવા https://navodaya.gov.in/nvs/nvs-school/RAJKOT/en/home વેબસાઈટ પર અરજી આગામી તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં કરી શકશે. ધોરણ ૬ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે, તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ ૫માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે અભ્યાસ કર્યો હોવો જોઈએ. અરજી કરવા ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ ૧/૫/૨૦૧૩થી તા. ૩૧/૭/૨૦૧૫ સુધીની હોવી જોઈએ. (બંને દિવસો સામેલ છે.) આ નિયમ તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે. તેમજ પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૧/૨૦૨૫ના રોજ લેવામાં આવશે, તેમ જવાહર નવોદય વિદ્યાલયની યાદીમાં જણાવાયું છે.



