Rajkot: પત્રકારત્વ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવતર પહેલ મેદસ્વિતા મુક્ત અભિયાન હેઠળ ભવન ખાતે ચલાવવામાં આવે છે યોગ વર્ગો

તા.૧૪/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મેદસ્વિતા મુક્ત અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં જન-જનને જોડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે.
પત્રકારત્વ ભવન ખાતે યોગ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોગ સાધક શ્રી હેતલબેન દ્વારા ભવન ખાતે રોજ અભ્યાસ બાદ સાંજના સમયે પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને યોગાસન તથા પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવે છે. આજની અતિવ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક સ્થૂળતા વધતી જાય છે તેમજ માનસિક શાંતિનો પ્રશ્ન પણ સર્જાઈ રહ્યો છે ત્યારે આ યોગ વર્ગો દ્વારા વિદ્યાર્થીઓને મેદસ્વિતા મુક્ત બનાવી નિરોગી અને સ્વસ્થ જીવન માટે રોજ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
આ વર્ગોમાં વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહભેર જોડાયા છે. જેઓએ પ્રતિબદ્ધતા સાથે પોતે તથા પરિવારને મેદસ્વિતા મુકત બનાવવાના શપથ લીધા હતા.







