BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
દારૂની હેરાફેરીના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો:અંકલેશ્વર GIDCમાં 2.29 લાખના દારૂ કેસનો આરોપી દઢાલ ગામેથી ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે પ્રોહીબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. દઢાલ ગામની નવી નગરીમાં રહેતા અબ્દુલ કાદિર શાહને પોલીસે ઝડપી પાડ્યો છે.
10મી જૂને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જીતાલી ગામના ડ્રીમસીટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ વિદેશી દારૂનો જથ્થો લાવી હતી. આ દારૂ રીક્ષા નંબર GJ-16-AX-0057માં ભરીને દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાન સુધી પહોંચાડવાનો હતો.
બાતમીના આધારે પોલીસે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવી હતી. રીક્ષામાંથી 1.18 લાખનો દારૂ મળી આવ્યો હતો. રીક્ષા સહિત કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે સગીર વયના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં સફળતા મળી છે.



