GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય દ્રારા સ્લોગન બેનર પ્રસિદ્ધ કરી મતદારોને પ્રેરિત કરાયા

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ધોરાજીમાં ગાર્બેજ વાન દ્વારા મતદાનનો સંદેશો પ્રસારિત કરાયો

Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા.૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુ ને વધુ મતદારો સહભાગીતા નોંધાય તે માટે આજરોજ શ્રી કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય દ્રારા મતદાર જાગૃતિ અનુલક્ષીને વિવિધ સ્લોગન બેનર બનાવી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામા આવ્યા હતાં.

વિદ્યાલય દ્રારા મતદાનની ફરજ અને અધિકાર વિશે “મત આપીશું, સંકલ્પ લઈએ, નહીં વિકલ્પ”, ” લોકશાહીનો ઉત્સવ મનાવીએ,મત આપીએ”, “ભારત ભાગ્ય ઉદયે, મતદાન એ જ છે માર્ગ”, ” મત આપણો, મજબૂત આધાર, સર્વે સમૃદ્ધિ” જેવા વિવિધ સ્લોગન બેનર પ્રસિદ્ધ કરી લોકોને મતદાન અંગે પ્રતિબદ્ધ કરવા પ્રેરણા આપવામાં આવી હતી. આ સાથે ધોરાજી ગામમાં કચરો એકત્રિત કરતા ગાર્બેજ વાનમાં મતદારોને જાગૃત કરવા માટે સંદેશો પ્રસારિત કરી લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વધુ ને વધુ મતદારો મતદાન કરવા બૂથ પર આવે તે માટે સ્વીપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!