GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેલ મહાકુંભ 3.0 સૌરાષ્ટ્ર ઝોન કક્ષા કબડ્ડી સ્પર્ધામાં રાજકોટ શહેરની ટીમનો વિજય, રાજ્ય કક્ષાએ પ્રવેશ

તા.૧૯/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: હાલમાં ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. જેમાં તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં રાજકોટ શહેરની ટીમે અસાધારણ પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો, આ સાથે જ ટીમ રાજ્ય કક્ષા માટે ક્વાલિફાય થઈ આગામી દિવસોમાં રાજ્ય સ્તરે રમશે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રાજકોટની ટીમે ખૂબ સુંદર રમત પ્રદર્શિત કરી, વિરોધી ટીમો સામે દમદાર જીત નોંધાવી હતી.

વિજયની આ ગૌરવમય ક્ષણ બદલ જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રા તેમજ કોચ મયુર ટોળીયા દ્વારા રાજકોટ ટીમને શુભેચ્છાઓ આપી રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં પણ શાનદાર પ્રદર્શન કરીને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આશા વ્યકત કરી હતી તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!