હાલોલ -નગરપાલિકામાં 72 ઉમેદવારે દાવેદારી નોંધાવી, ભાજપે 4 લઘુમતી ઉમેદવારોને મેન્ડેટ આપતા રાજકીય રંગ બદલાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૨.૨૦૨૫
હાલોલ નગરપાલિકા ના 9 વોર્ડ માંથી 36 ઉમેદવારો માટેની યોજાવનાર ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખે 70 ઉમેદવારો સાથે કુલ 72 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો.ભાજપ માંથી 38 કોંગ્રેસ માંથી 12 આપ માંથી 7 અપક્ષ 15 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.છેલ્લા 2 વર્ષ વહીવટી શાસન બાદ તારીખ 16 મી ફેબ્રુઆરી ના રોજ યોજાવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલોલ નગરપાલિકા માં 9 વોર્ડ ના 36 ઉમેદવારો માટે યોજાવનાર ચૂંટણી માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારી પત્રો ભરવા માટેનો રાફડો ફાટ્યો હતો.દરેક ઉમેદવારો સાથે તેના ટેકેદારો સવારથીજ પ્રાંત કચેરી ખાતે પહોંચી જતા ભારે ભીડ જોવા મળી હતી.જોકે 36 બેઠક માટે 72 ફોર્મ ભરાતા રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે.પરંતુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કેટલા ઉમેદવારો રે છે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે એમ જણાવી આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલોલ ના ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપા એ “સૌનો સાથ સૌનો નો વિકાસ” ને સાર્થક કરી વોર્ડ નં 3 અને વોર્ડ 5 જે લઘુમતી કોમ નો વિસ્તાર હોવાથી જ્યાં વર્ષો થી કોંગ્રેસ નો દબદબો હતો તે વોર્ડ માં ભાજપાએ લઘુમતી કોમ ના 4 ઉમેદવારો ને ભાજપા નું મેન્ડેટ ફાળવતા હાલોલ નો રાજકીય રંગ બદલાઈ ગયો છે.જેમાં વોર્ડ નં 3 ના ભાજપા ના ઉમેદવાર અગાઉ ની બોડી માં વિરૃદ્ધ પક્ષ ના નેતા નો પણ ભાજપા માં સમાવેશ કરી જેને ભાજપા દ્વારા મેન્ડેડ આપવામાં આવતા નગરપાલિકા ની ચૂંટણી નો માહોલ બિલકુલ બદલાઈ ગયેલો જોવા મળે છે.












