GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “તમારા મતદાન મથકને જાણો” કેમ્પેઈનનો શુભારં, ભમતદાન કેન્દ્રની મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓએ પ્રથમ વખત શરૂ થયેલી આ સુવિધા અંગે સંતોષ વ્યકત કર્યો

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આજ રોજ ૧૦ રાજકોટ લોકસભા સંસદીય મતવિસ્તાર અંતર્ગત સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર માં “Know Your Polling Station (KYPS)” -નો યોર પોલીંગ સ્ટેશન “તમારા મતદાન મથકને જાણોં” – કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ૬૭- વાંકાનેર કુચિયાદડ-૧ અને ૨, રાજકોટ તાલુકાના બુથ નં ૧૯૫- સૂર્યરામપરા તથા બુથ નં ૧૯૭ ખીજડીયા, બુથ નં ૨૦૯,૨૧૦ – રામપરા બેટી ૧-૨, બુથ નં ૧૯૮- નાગલપર, વાંકાનેર, કુવાડવા તથા ગુંદા, આનંદપર ઉપરાંત ૭૧- રાજકોટ ગ્રામ્ય મતવિસ્તારમાં બુથ નં – ૨૧૩ હડમતિયા ગોલીડા પોલીંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત, તમામ બુથ પર ઉપસ્થિત બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ જેવી કે પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી. મતદાન કેન્દ્રની મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધા અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર રાજકોટ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે જુદી- જુદી સરાહનીય પ્રવૃત્તિઓ થઈ રહી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!