Rajkot: કોટડા સાંગાણીની રૂ. ૨ કરોડની ૩૨૦૦ ચો. મી. જમીન પરનું દબાણ દૂર કરતું વહીવટી તંત્ર
તા.૨૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીની સૂચના અનુસાર અને આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી મહક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર ૧૨માં આશરે રૂ.૨.૫૬ કરોડની ૩૨૦૦ ચો.મી.વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આશરે ૨૮૦૦ ચો.મી.માં પરેશભાઈ ગોવિંદભાઇ જાતિયાણી, સ્ટાર પેક ઇન્ડસ્ટ્રીઝ, આશરે ૨૦૦ ચો.મી.ની જમીન પર ટોપ ક્રેનના ઘનશ્યામભાઈ કનુભાઈ ચોવટીયા, આશરે ૨૦૦ ચી.મી.ની જમીન પર વિષ્ણુ સીન્ટેકના શૈલેષભાઇ ગઢિયાએ દબાણ કર્યું હતું.
આમ, આ ઔદ્યોગિક એકમોમાં મળી કુલ દબાણ ૩૨૦૦ ચો.મી. જમીનની રુ. ૨.૫૬ કરોડની અંદાજિત કિંમત છે. જમીન પરના દબાણ દૂર કરવાની કામગીરી કોટડાસાંગાણી મામલતદારશ્રી જી.બી.જાડેજા, નાયબ મામલતદાર શ્રી હિનાબેન ગોહેલ, નયનભાઈ રાજા, સર્કલ ઓફિસરશ્રી સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટીશ્રી અમિતભાઈ બાવળિયા સહિતની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.