GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જીવન ઘડતરનું ભાથું એટલે સરસ્વતી મંદિર : નવું ભવન, નવી દિશા, નવી આશાના સંકલ્પ સાથે ‘‘એક કદમ શિક્ષા કી ઓર’’

તા.૬/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ૨.૫૦ કરોડથી વધુના ખર્ચે વિંછીયા તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓના ભવનનું ખાતમુહૂર્ત કરાયું

Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાના સનાળા અને દેવધરી ગામ ખાતે સમગ્ર શિક્ષા યોજના અન્વયે અનુક્રમે રૂ.૨ કરોડ ૩૫ લાખ અને રૂ.૨ કરોડ ૪૨ લાખ મળી કુલ રૂ.૨.૭૬ કરોડના ખર્ચે નવી માધ્યમિક શાળાના ભવનોના ખાતમુહૂર્ત કરાયા હતા.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનેકવિધ યોજનાઓ અમલીકૃત કરી છે. આજરોજ સનાળા અને દેવધરી ગામની શાળાઓના ખાતમુહૂર્ત પ્રસંગે આવનારી પેઢીના જીવન ઘડતરનું ભાથુ સમું નવું ભવન, નવી દિશા અને નવી આશાના સંકલ્પને સાકાર કરવા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, બાળકો માટે પાયાનું ઘડતર એટલે પ્રાથમિક શાળા અને પાયા પર ઇંટની જેમ ચણતર એટલે માધ્યમિક શાળા. આ બંને ગામોના બાળકોને છેવાડાના ગામોની શાળાઓમાં અભ્યાસ માટે જવું ન પડે તે માટે નવી માધ્યમિક શાળાઓના ભવન રૂ.૨ કરોડ ૭૬ લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના કારકિર્દી ઘડતર માટે અગ્રેસર રહે તે માટે નવા ભવનનું નિર્માણ કરાયું છે. આ શાળાના વિદ્યાર્થીઓ ૯૦ ટકા પરિણામ પ્રાપ્ત કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગામની દીકરીઓ આત્મનિર્ભર બને તથા વધુને વધુ દીકરીઓ અભ્યાસ સહિત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ લાભ લે તેવા હર હંમેશ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ માધ્યમિક શાળાઓમાં પૂરતા હવા ઉજાસ અને ગ્રીન બોર્ડ ધરાવતા વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, સ્ટાફ રૂમ, લાઇબ્રેરી, શાળાના વર્ગખંડોમાં ઈલેકટ્રીક ફીટીંગ, પંખા, ટયુબ લાઈટ વગેરે સગવડો ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત, શાળામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, ફાયર સેફટી તથા શાળાના ફરતે કમ્પાઉન્ડ વોલ સહિત મેદાન જેવી માળખાકીય સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકળિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તથા જિલ્લા પ્રોજેક્ટ ઇજનેરશ્રી ભરતભાઈ પરમારે શાળાના ભવન નિર્માણ અંગેની વિગતવાર માહિતી આપી હતી. અને શાળાઓના શિક્ષકશ્રીઓએ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.

આ તકે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શ્રી જેઠાભાઈ ચાવડા, સરપંચશ્રીઓ, અગ્રણીશ્રી કિશોરભાઈ ગોહિલ, શ્રી નાથાભાઈ વાછાણી, શ્રી વિપુલભાઈ ભુવા, શ્રી પ્રકાશભાઈ સાંકળિયા, શ્રી અમરશીભાઈ ચૌહાણ, શ્રી નાગરભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી કિશોરભાઈ પીપરડી, શ્રી રાજુભાઈ કલાપરા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!