GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મતગણતરી કેન્દ્રના વિસ્તાર પર પ્રતિબંધાત્મક આદેશો જાહેર

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભાની સામાન્ય ચૂંટણીઓના અનુસંધાને રાજકોટ જિલ્લામાં તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થશે તથા ૧૦ – રાજકોટ લોકસભા મતદાર વિભાગની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ સરકારી એન્જીનીયરીંગ કોલેજ, મવડી – કણકોટ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થનાર છે.

આ મતગણતરીની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં થઈ શકે, તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, પ્રભવ જોષીએ મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૫/૦૫/૨૦૨૪ થી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધીના સમયગાળા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.

આ આદેશો મુજબ કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.

કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના વિસ્તારમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે લોકસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય લોકસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

મતગણતરીની પ્રક્રિયા તેમજ સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા ફરજ પરના પોલીસ/ એસ.આર.પી/હોમગાર્ડ કે પેરામિલીટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ આદેશો લાગુ પડશે નહીં. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીટેશન ધરાવતા હોય તેમજ સક્ષમ સતાધિકારીએ મતગણતરી કેન્દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારશ્રીઓને મતગણતરી કેન્દ્રના ફક્ત મીડીયા સેન્ટર સુધી જ મોબાઈલ લઈ જવાની છૂટ રહેશે. આ આદેશોનું ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!