GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ્રજાસતાક દિનના વિશેષ કાર્યક્રમો યોજાયા

 

ભારત માતા પૂજન

 

તા.26/01/2025 ના રોજ 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે નાઘેડી ગામના નાઘેડી કુમાર શાળા ચોક ખાતે, સવારે 9;30 કલાકે ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો. જેમાં ભારતમાતાને કંકુ ચોખાથી તિલક કરી, પુષ્પ અર્પણ કરીને માં ભારતીની આરતી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ સુરેશભાઈ બાંભવા,અજાભાઈ બાંભવા, રોટરી ક્લબ છોટી કાશીના સભ્ય તથા ઉદ્યોગપતિ હરીશભાઈ કેશવાલા, હમીરભાઇ ઓડેદરા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર વૃંદાવનભાઇ પાલ, જિલ્લા કારોબારી સભ્ય પરશોતમભાઈ પરમાર, તથા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો, બાળકો, મહિલાઓએ સહર્ષ ઉપસ્થિત રહી ભારત માતાનું પૂજન કર્યું હતું. અને દેશ ભાવનાની લાગણીઓ સાથે રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
વંદેમાતરમ્ ધન્યવાદ 🙏 *આપણું ભારત આપણો દેશ* *અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર*

🚩🚩🚩🚩🚩

Back to top button
error: Content is protected !!