GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રથમ નિ:શુલ્ક જીવનદીપ એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

તા.૨૯/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટના મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા “જીવનદીપ પ્રોજેક્ટ” અંતર્ગત પ્રથમ નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ૨૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દશ્રીહસમુખભાઈ જોબનપુત્રએ વિદ્યાર્થીઓને નોટબુક, સ્ટેશનરી સહિતની વસ્તુઓની ભેટ આપી હતી.

પ્રમુખ શ્રી રસિકભાઈએ જણાવ્યું કે-“જીવનદીપ પ્રોજેક્ટ”નો હેતુ રાજકોટના દરેક બાળકને શિક્ષણ આપવાનો છે. આ પ્રથમ સેન્ટર સાથે એક નવી શરૂઆત થઈ છે. આગળના દિવસોમાં શહેરભરમાં આવા સેન્ટરો શરૂ થશે. ટ્રસ્ટ તરફથી તમામ મહેમાનો, અગ્રણીશ્રીઓ તથા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ તકે શ્રી કૌશિકભાઈ અકબરી, શ્રી મોહોબતસિંહ જાડેજા, તપન સ્કૂલ તથા ઉદગમ સ્કૂલના સંચાલક શ્રી જીગ્નેશભાઈ અને શ્રી દિલીપભાઈ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સેવાભાવી લોકો જો સેવા આપવા માંગતા હોય અથવા અમારા પ્રોજેક્ટ સાથે જોડાવા ઇચ્છતા હોય તો અમારો સંપર્ક 9737007655 પર કરી શકે છે. રાજકોટમાં કોઈપણ ભણવાથી વંચિત અથવા ભણવામાં નબળા બાળકો હોય તો અમને જણાવશો, જેથી નજીકના જીવનદીપ સેન્ટરમાં તેમને શિક્ષણનો લાભ અપાવી શકાય.

ટ્રસ્ટની માહિતી :

Bank A/c No.: 41803167722, IFSC Code: SBIN0011001, સંસ્થા CSR, 80G, 12A માં રજીસ્ટર છે. અને ઈમેઈલ આઈ- ડી marutinandan31012023@gmail.com પર સંપર્ક કરી શકાશે.

Back to top button
error: Content is protected !!