Rajkot: મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન

તા.27/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટ ખાતે મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં દ્વિતીય નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું.આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ, મહેમાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ગોવિંદભાઈ પટેલ(પૂર્વ ધારાસભ્ય), હસમુખભાઈ જોબનપુત્રા, દેવશીભાઈ ટાઢાણી, વસંતભાઈ લીંબાસીયા,કૌશિકભાઈ અકબરી,મહોબતસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં ટ્રસ્ટ પ્રમુખશ્રી રસિકભાઈ નકુમ દ્વારા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રારંભિક કીટ (નોટબુક, સ્ટેશનરી વગેરે)નું વિતરણ દાતાશ્રી ભગીરથભાઈ ભૂત દ્વારા કરાયું હતું. તેમજ ટ્રસ્ટને જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટ માટે શ્રી યોગેશભાઈ ઠક્કર (મુંબઈ)દ્વારા રૂ. ૫૦ હજારનું દાન પ્રાપ્ત થયું હતુ.
પ્રમુખ શ્રી રસિકભાઈએ જણાવ્યું કે, “જીવનદીપ પ્રોજેક્ટનો હેતુ રાજકોટ શહેરના કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત ન રહેવા દેવાનો છે. આ દ્વિતીય સેન્ટર શરૂ થવાથી પ્રોજેક્ટને વધુ વિસ્તરણ મળ્યું છે, અને આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવા અનેક સેન્ટરો શરૂ કરવાની યોજના છે.” ટ્રસ્ટ તરફથી તમામ મહેમાનો, દાતાશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સેવાભાવી લોકો જો સેવા આપવા માંગતા હોય અથવા સંસ્થાનાં પ્રોજેક્ટ સાથે જોડાવા ઇચ્છતા હોય તો મો. 9737007655 પર કરી શકે છે.



